રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો

પાલનપુરમાં ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો
ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના સ્ટાફે બાતમી આધારે ચાઈનીઝ દોરી સાથે ઈસમને ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયૅવાહી હાથ ધરી હતી. પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના એ.એસ.આઈ. જોરાવરસિંહ સરદારસિંહ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે સમયે   બાતમી મળેલ કે ગોબરી રોડ નવા ગંજ નજીક એક ઈસમ ચાઈનીઝ દોરી લઈ ઉભો છે. જે બાતમી આધારે પોલીસે સ્થળ ઉપર રેડ પાડી પાલનપુર તાલુકાના મેતા ગામે રહેતા વિક્રમભાઈ પરથીભાઇ પટણીને 10 બોક્સ ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 4000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી વિક્રમભાઈ પરથીભાઇ પટણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર