બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડીસા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જલારામ સર્કલ પાસે બાતમી મળી હતી કે, નવા બસ સ્ટેન્ડમાં ઉત્તર દિશા તરફ આવેલી દુકાન પાસે એક ઇસમ મોબાઈલ ફોન પર આઈ.ડી. બનાવી ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા શંકાસ્પદ હાલતમાં બેઠેલો એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજેશકુમાર લાલજીભાઈ ઠાકોર (વાછોલા) (રહે. ભીલડી પાંજરાપોળ સોસાયટી, તા. ડીસા) હોવાનું જણાવ્યું હતું. તેના આઈફોન મોબાઈલમાં તપાસ કરતા બ્રાઉઝરમાં વેબસાઈટ પર સટ્ટાની આઈ.ડી. ખુલ્લી જોવા મળી હતી. જેમાં હાલમાં રમાઈ રહેલી સ્કોટલેન્ડ અને ઈટાલી ટવેન્ટી મેચ પર રકમ લગાવી હાર-જીતનો જુગાર ખેલાતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ આઈફોન-11 (કિંમત આશરે રૂ. ૨૧,૦૦૦/-)આઈ.ડી. બેલેન્સ: રૂ. ૫૯૫.૧ અને સટ્ટાના સોદાના સ્ક્રીનશોટ લઈ પંચનામું કર્યું હતું અને આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ (અ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ડીસાના નવા બસ સ્ટેન્ડ પાસે મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Deesa#mobile#Local Crime Branch#New Bus Stand#playing cricket betting#gambling on online cricket
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
5 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
