રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા23 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલનપુર ખાતે માળી સમાજે ફૂલે દંપતિને ભારત રત્ન આપવાની માંગ સાથે નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું

પાલનપુર ખાતે માળી સમાજે ફૂલે દંપતિને ભારત રત્ન આપવાની માંગ સાથે નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું
મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત ભારતરત્ન આપવાની માંગણી જોર પકડી રહી છે. ત્યારે આજે પાલનપુર ખાતે માળી સમાજ દ્વારા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. માળી સમાજના આરાધ્ય જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રી બાઈ ફૂલેએ પોતાનું સમગ્ર જીવન પછાત, શોષિત અને કચડાયેલા વર્ગને ન્યાય અપાવવા માટે ન્યોછાવર કરી દીધું હતું. ત્યારે બાળહત્યા નિષેધ, ખેત મજૂરો માટે રાત્રી શાળા અને મહિલા શક્તિકરણ માટે જીવનભર કાર્યરત ફૂલે દંપતિને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ સમગ્ર ગુજરાતનો માળી સમાજ કરી રહ્યો હોવાનું સમસ્ત માળી સમાજ મહા મંડળ ટ્રસ્ટ, ગુજરાતના પ્રમુખ ભાવિકભાઈ રામીએ જણાવ્યું હતું. પાલનપુર ખાતે પણ માળી સમાજે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ફૂલે દંપતિને ભારત રત્ન આપવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ, પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હસમુખ પઢીયાર, વિશાલ ગોહિલ, યુવા ભાજપ પ્રમુખ જીગર માળી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર