રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર હાઈવે પર મોટી કાર્યવાહી: લક્ઝરી બસમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

પાલનપુર હાઈવે પર મોટી કાર્યવાહી: લક્ઝરી બસમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

દારૂના જથ્થા સાથે લકઝરી બસ સહિત કુલ રૂ.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર હાઇવે પર એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરતા લક્ઝરી બસમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી અમદાવાદ તરફ જતી લક્ઝરી બસમાં પેસેન્જરના લગેજની આડમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળતા પાલનપુર હાઇવે પર સોની ટ્રાવેલ્સની લક્ઝરી બસને અટકાવી તલાશી લેવામાં આવી હતી. બસની અંદર તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડનો લાખો રૂપિયાનો દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે કાર્યવાહી દરમિયાન અંદાજિત રૂ. 8 લાખની કિંમતનો દારૂ તેમજ લક્ઝરી બસ સહિત કુલ રૂ. 28 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે લક્ઝરી બસના ચાલક હીરાલાલ વણજારા અને વિક્રમસિંહ પરમારને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે દારૂ સપ્લાયની આખી ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર