રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા8 એપ્રિલ, 2026| Super Admin

વડનગર સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના, સીન્ટેક્સની ટાંકી પડતાં કારનો કચ્ચરઘાણ

વડનગર સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના, સીન્ટેક્સની ટાંકી પડતાં કારનો કચ્ચરઘાણ

ટાંકી પડતા હોસ્પિટલમાં અફરાતફરી : જાનહાની ટળી

વડનગર ખાતે ખૂબ જ વિચિત્ર ઘટના બનવા પામી હતી. વડનગરમાં આવેલી GMERS Medical College & Hospital ખાતે એક મોટી દુર્ઘટના બનતા બનતા ટળી ગઈ હતી. જેમાં હોસ્પિટલના ધાબે મુકવામાં આવેલી સીન્ટેક્સ પાણીની ટાંકી અચાનક ઉપરથી નીચે પટકાતા ધડાકો થયો હતો જેના લીધે હોસ્પિટલમાં થોડીકવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.

વડનગર સરકારી દવાખાનામાં અચાનક જ ધાબા પરથી પાણીની ટાંકી પડવાની ઘટના બનતા દર્દીઓ સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અગમ્ય કારણોસર ખૂબ જ ઉંચાઈએથી પાટકાયેલી સીંટેક્સની ટાંકી સીધી નીચે પાર્ક કરેલી ઇકો કાર પર ધડાકાભેર પડતા ઇકો કારણો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઇજા કે જાનહાની થવા પામી નથી. ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું તેમજ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પ્રાથમિક તપાસમાં ટાંકીના સ્ટ્રક્ચર અથવા ફિટિંગમાં ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના પછી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ હોસ્પિટલ તંત્ર પાસે તમામ સુવિધાઓ અને માળખાકીય વ્યવસ્થાની તાત્કાલિક ચકાસણી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. આમ વડનગરની સરકારી હોસ્પિટલમાં ટાંકી પડવાની ઘટનાએ સરકારી તંત્રની કામગીરીની પોલ ખુલ્લી કરી દીધી છે.

સંબંધિત સમાચાર