રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં મોટી દુર્ઘટના ટળી : હાઈવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા અફડાતફડી મચી

ડીસામાં મોટી દુર્ઘટના ટળી : હાઈવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા અફડાતફડી મચી

ફાયર બ્રિગેડની ટીમે મોટી દુર્ઘટના ટાળી, હાઈવેની બન્ને સાઈડ ટ્રાફિકજામ

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ​ડીસા શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા એક સીએનજી ગેસના ટેન્કરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ગેસ લીકેજની ઘટના બની હતી. ભરચક ટ્રાફિક ધરાવતા બ્રિજ પર ગેસ ગળતર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ડીસા ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લીકેજ બંધ કરતા મોટી હોનારત ટળી હતી.

 ​પ્રાપ્ત માહિતી અનુસાર, આઇઆરએમ કંપનીનું સીએનજી ટેન્કર ડીસા શહેરના બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન અચાનક ટેન્કરમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ધોળા દિવસે બ્રિજ પર ગેસનો સુસવાટો અને વાસ આવતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર ટીમને કરવામાં આવી હતી. ​કોલ મળતાની સાથે જ ફાયર ઓફિસર અને તેમની ટીમ આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચી ફાયરના જવાનોએ સાવચેતીના પગલાં રૂપે જરૂરી કામગીરી હાથ ધરી હતી. અને ટેન્કરમાં જે જગ્યાએથી લીકેજ થઈ રહ્યું હતું તેને સુરક્ષિત રીતે બંધ કરી દીધું હતું.

​ગેસ લીકેજનો કોલ મળતા જ અમારી ટીમ તાત્કાલિક બ્રિજ પર પહોંચી હતી. સમયસર લીકેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યું હોવાથી કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું નથી. તેમ ફાયર વિભાગની ટીમે જણાવ્યું હતુ.​લીકેજ સંપૂર્ણપણે બંધ થયા બાદ અને પરિસ્થિતિ સામાન્ય જણાતા ફાયરની ટીમ પરત ફરી હતી. હાઈવે પર ટૂંકા સમય માટે ખોરવાયેલો ટ્રાફિક પણ ત્યારબાદ રાબેતા મુજબ થયો હતો.દુર્ઘટના ટળી જતા હર કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa#Clean Deesa

સંબંધિત સમાચાર