રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બટાટાના નીચા ભાવે ખેડૂતોની કમર તોડી: પોષણક્ષમ ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા

બટાટાના નીચા ભાવે ખેડૂતોની કમર તોડી: પોષણક્ષમ ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા

સરકાર સબસિડી જાહેર કરે તેવી પ્રબળ માંગ

​બનાસકાંઠા જિલ્લો, જે રાજ્યમાં બટાટાના ગઢ તરીકે ઓળખાય છે, ત્યાંના ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. ચાલુ વર્ષે બટાટાનું મબલખ ઉત્પાદન તો થયું, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. સારા ભાવની આશાએ ખેડૂતોએ લાખો ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ તો કર્યા, પણ હવે તે ખાલી કરવાનો સમય આવ્યો હોવા છતાં ભાવ ન વધતા ખેડૂતોને સ્ટોરેજનું ભાડું ચૂકવવું પણ ભારે પડી રહ્યું છે.

​ખેડૂતોએ સીઝનની શરૂઆતમાં મોંઘા ભાવના બિયારણ, ખાતર અને પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ કરીને રાત-દિવસ એક કરી બટાટાનો પાક તૈયાર કર્યો હતો. ખેતરમાંથી સીધું વેચાણ કરતાં ખર્ચ ન નીકળતા અનેક ખેડૂતોએ ઉંચા ભાડે કોલ્ડ સ્ટોરેજમાં બટાટા મૂક્યા હતા. બે થી ત્રણ મહિના વીતવા છતાં બજારમાં તેજી ન આવતા હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે, જો આજે બટાટા વેચવામાં આવે તો જે રકમ મળે તેનાથી કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ ભરાય તેમ નથી.

​ખેડૂત પરેશ માળી જણાવે છે કે, "અમે દેવું કરીને ખેતી કરી હતી. આશા હતી કે સ્ટોરમાં બટાટા રાખવાથી બે પૈસા મળશે, પણ હવે તો બટાટાની કિંમત કરતાં સ્ટોરનું ભાડું વધી જાય તેવી નોબત આવી છે. ભારતીય કિસાન સંઘ, ડીસા તાલુકાના પ્રમુખ મોહનલાલ માળીએ ખેડૂતોની વેદના વાચા આપતા જણાવ્યું હતું કે, ખેડૂતો હાલ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જો સરકાર સત્વરે બટાટાના પાક પર સબસિડી અથવા કોઈ આર્થિક સહાય પેકેજ જાહેર નહીં કરે, તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે.

​બીજી તરફ વેપારી રમેશભાઈ ચૌધરીના મતે, બજારમાં માંગ ઓછી હોવાને કારણે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો નથી. ખેડૂતો હિતમાં સરકારે કોઈ મધ્યસ્થી કરી નિકાસ અથવા પ્રોસેસિંગ એકમો માટે પ્રોત્સાહન આપવું જોઈએ. ​હવે જોવાનું એ રહે છે કે બનાસકાંઠાના લાખો ખેડૂતોની આ બૂમ સરકાર સુધી પહોંચે છે અને સરકાર આ દિશામાં શું હકારાત્મક નિર્ણય લે છે ?

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર