રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરામાં લાંબી કતાર; ભીલ સમાજના ખેડૂતોને મગફળીના બિયારણનું વિના મૂલ્યે વિતરણ

ધાનેરામાં લાંબી કતાર; ભીલ સમાજના ખેડૂતોને મગફળીના બિયારણનું વિના મૂલ્યે વિતરણ

ધાનેરામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ભીલ સમાજના ખેડૂતોને ખેતીમાં સહાયરૂપ થવા માટે મફતમાં મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ એક હેક્ટર માટે પાંચ કટ્ટા મગફળીના બિયારણ આપવામાં આવી રહ્યા છે. ધાનેરા ખરીદ વેચાણ સંઘ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ લાંબી કતારમાં ઊભા રહી બિયારણ મેળવતા જોવા મળ્યા હતા. ધાનેરા તાલુકાના 1236 ભીલ સમાજનાં ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો હતો. ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામસેવકો દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરીને બિયારણ વિતરીત કરી રહ્યા હતા.ખેડૂતોની ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક સંઘે ટોકન સિસ્ટમ અમલમાં મૂકી વિતરણ વ્યવસ્થિત કર્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર