રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિકોનો વિરોધ

પાલનપુરના પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિકોનો વિરોધ
સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખ-સી.ઓ.ને આપ્યું આવેદનપત્ર પાલનપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના તળે આબુ હાઇવે પર પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં જાહેર આરોગ્ય માટે હાનિકર્તા પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુરમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. જેની જાણ થતાં શુકન ગ્રીન, શુકન-121, જ્યોતિન્દ્ર સોસાયટી, શિવ મહેલ સોસાયટી અને મલેક નગરના રહીશો પાલનપુર નગર પાલિકામાં દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ રહેણાંક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો. ગૌચરની જમીનમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનવાથી પ્રદુષણ અને ગંદકીની તીવ્ર વાસ થી લોકોના આરોગ્યને નુકસાન કર્તા બની શકે છે. ત્યારે 500 થી વધુ લોકોને અસરકર્તા આ પમ્પિંગ સ્ટેશનની જગ્યા બદલવા માટે સ્થાનિક રહીશોએ માંગ કરી હોવાનું સ્થાનિક અગ્રણી કાંતિલાલ મોઢએ જણાવ્યું હતું. જોકે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપ પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ અને ચીફ ઓફિસર જીગર પટેલે સ્થાનિકોની રજુઆત શાંત ચિત્તે સાંભળી હતી. જેમાં આ કામગીરી જીયુડીસી દ્વારા થતી હોઇ નગરપાલિકાની મર્યાદા અને ટેક્નિકલ બાબતો વિશે લોકોને અવગત કરાવ્યા હતા. આમ છતાં સ્થાનિકોની રજુઆત પર વિચારણા કરવાની ખાત્રી આપતા સાથે મળીને યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર