બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા રેન્જ આઈ.જી. પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વિઠોદર ગામની સીમમાં વોચ ગોઠવી તપાસ કરતા, એક શંકાસ્પદ જ્યુપીટર સ્કૂટર મળી આવ્યું હતુંપોલીસ તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની વિગતો નીચે મુજબ છે: વિદેશી દારૂની બોટલો: 456 નંગ (કિંમત રૂ. 1,35,571/-) એક્ટીવા જ્યુપીટર (કિંમત રૂ.80,000/-) કુલ મુદ્દામાલ: રૂ. 2,15,571/-જપ્ત કરી આ કેસમાં સ્થળ પરથી પકડાયેલ બંને આરોપીઓ સહિત દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તમામ શખ્સો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વિઠોદરની સીમમાંથી ₹2.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું જ્યુપીટર ઝડપાયું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Vithodar#Deesa Rural Police Station#Liquor-laden#Jupiter#social activities#Range IG Parikshita Rathod
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ૨૦ થી ૨૫ લાખનું નુકસાન
7 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા
2 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા
2 દિવસ પહેલા
