રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરના રાયગઢ-અડપોદરા રોડ પર દીપડો દેખાયો : વન વિભાગે તપાસ કરી

હિંમતનગરના રાયગઢ-અડપોદરા રોડ પર દીપડો દેખાયો : વન વિભાગે તપાસ કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢથી અડપોદરા રોડ પર બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી. વન વિભાગે પુષ્ટિ કરી છે કે આ વીડિયો બે દિવસ જૂનો છે. રાયગઢથી અડપોદરા રોડ પર રેલવે સ્ટેશન વિસ્તાર નજીક ઝાડીઓમાં દીપડો દેખાયો હતો. એક કાર ચાલકે દીપડાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ અંગે રાયગઢના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ માહિતી મળતા જ વન વિભાગની ટીમે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ દીપડો ફરીથી જોવા મળ્યો ન હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તાર જંગલની નજીક હોવાથી દીપડો રોડ તરફ આવી ગયો હોઈ શકે છે. જોકે, પેટ્રોલિંગ દરમિયાન તેની હાજરી જણાઈ નથી.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર