રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ નખ વગરના સિંહ બન્યાં છે: પૂર્વ ધારાસભ્ય

ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ નખ વગરના સિંહ બન્યાં છે: પૂર્વ ધારાસભ્ય
પાટણ ખાતે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ આયોજિત સૌહાર્દમય ઉજૉથી સમાજમાં નવસંચાર બેઠક યોજાઇl પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલમાં રવિવારે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ આયોજિત સૌહાર્દમય ઉજૉથી સમાજમાં નવસંચાર બેઠક ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ પદે મળી હતી. આ બેઠકમાં પૂર્વ ઉપસ્થિત પાટણ ભરતસિંહ સોલંકી,સાંસદ ગેનીબેન ઠાકોર,  પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો એ સમાજના નવસંચાર માટે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જ્યારે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજ ના નેતા પર નિશાન સાધી તેઓએ પોતાની તેજાબી ભાષામાં ઠાકોર સમાજના ભાજપમાં જોડાયેલા નેતાઓ સામે તાતા તીર મારતા જણાવ્યું હતું કે સમાજની હીત માટે વાતો કરવાવાળા અને સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનુ ભાજપના નેતાઓ કઈ સાંભળતા નથી. ભાજપે જેમ નખ વગરના સિંહ હોય એમ ઠાકોર સમાજના નેતાઓને નખ વગર ના સિંહ બનાવી દીધા હોવાનું જણાવ્યું હતું.આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર