રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુર પાસે એલસીબી ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ને ઝડપ્યા

રાધનપુર પાસે એલસીબી ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ને ઝડપ્યા

પાટણ એલસીબી ટીમે રાધનપુર નજીક નાની પીંપળી ગામ પાસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઈસમોને ઝડપી કુલ રૂ. 4,37,602 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યરત પાટણ LCB ટીમને બાતમી મળી હતી કે મોટી પીંપળીથી નાની પીંપળી ગામ વચ્ચે રોડ પર આવેલી માઇનોર કેનાલ પાસેથી એક કારમાં વિદેશી દારૂ નો જથ્થો લઈ જવામાં આવનાર છે જે હકીકત આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની સિલ્વર કલરની આઈ-20 કાર (નંબર GJ-01-RN-6698) પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, કાર ચાલકે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ખાનગી ગાડી આડી કરીને કોર્ડન કરતા કાર વીજ પોલ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી આકાશભાઈ રાવળ અને વિષ્ણુભાઈ ઠાકોરને ઝડપી પાડી કારની તલાશી લેતા તેમાં થી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. ટીમે કુલ 602 નંગ બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેમાં રોયલ સ્ટેગ વ્હિસ્કીની 48 બોટલો, ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કીની 90 બોટલો, કિંગફિશર સ્ટ્રોંગ બિયરના 24 ટીન,વ્હાઇટ લેસ ઓરેન્જ ફ્લેવર વોડકાની 392 બોટલો અને રોયલ ચેલેન્જ પ્રીમિયમ વ્હિસ્કીની 48 બોટલોનો સમાવેશ થાય છે. આ વિદેશી દારૂની કુલ કિંમત રૂ.1,32,602 આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ. 3,00,000 ની કિંમતની આઈ-20 કાર અને રૂ. 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ३. 4,37,602 નો મુદામાલ જપ્ત કરી પકડાયેલા આરોપીઓ સામે ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીની વીડિયોગ્રાફી ઈ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર