રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ12 સપ્ટેમ્બર, 2026| Super Admin

ભાભરના અબાસણામાં એલસીબીના દરોડા: રૂ. ૧ લાખની રોકડ સાથે ૮ જુગારીઓ ઝડપાયા

ભાભરના અબાસણામાં એલસીબીના દરોડા: રૂ. ૧ લાખની રોકડ સાથે ૮ જુગારીઓ ઝડપાયા

પોલીસે ખેતર માલિક સહિત ૯ ઈસમો સામે ગુનો નોંધી રૂ.૧.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વાવ થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક , થરાદ વિભાગ નાઓએ જીલ્લામાં જુગાર/દારૂ ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે ભાભર પો.સ્ટે.ની હદમાં એસીબી વાવ થરાદની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી મળતા ભાભર તાલુકાના અબાસણા ગામની સીમમાં  ભાવસિંગ રાજાભાઇ ઠાકોરના ખેતરમાં બનાવેલ ખુલ્લા પતરાં ઢાંકેલ ઢાળમાં લાઇટના અજવાળે ગેરકાયદેસર અંગત ફાયદા માટે વગર પાસ પરમીટ વગર ગંજીપાનાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી ના આધારે એસીબીએ રેડ કરતા  સ્થળ પરથી જુગાર રમતા ૮ ઈસમો ઝડપાઈ ગયા હતા. 

પોલીસ સ્થળ પર થી રોકડ રકમ રૂ.૧,૦૬,૮૦૦/ મોબાઈલ નંગ - ૩ કિ.રૂ.૩૦,૦૦૦/ મળી કુલ રૂ ૧,૩૬,૮૦૦/ નો મુદ્દામાલ કબજે કરી ખેતર માલિક સહિત ૯ ઈસમો સામે ભાભર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસની કામગીરી સામે શંકા કુશંકા ઉઠી રહી છે કે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ કે હપ્તા આપી જુગાર નો અડ્ડો ચાલતો હતો તેવા સવાલો આમ જનતામાં ઉઠી રહ્યા છે.

 

સંબંધિત સમાચાર