રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 સપ્ટેમ્બર, 2025| Super Admin

જગણા પાસે એલસીબી પોલીસે એક કરોડ થી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

જગણા પાસે એલસીબી પોલીસે એક કરોડ થી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે જગાણા નજીક આવેલી મારૂતી હોટલ પાસેથી મોટી કામગીરી કરી છે. પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ-19-GJ-0103માંથી 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે ટ્રકમાંથી કુલ 26,460 બોટલ દારૂ અને બિયર જપ્ત કર્યા છે. જેની કિંમત રૂ. 1.17 કરોડ છે. આ ઉપરાંત મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1.52 કરોડ થાય છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ટ્રક ચાલક તાજમહંમદ ઈબ્રાહીમખાન હિંગોલજા (રહે. તોગા, ફતેગઢ, જેસલમેર) અને ખલાસી હૈદરખાન શેરૂખાન નુઈજા (રહે. ખેતાસર, દાંતલ, જેસલમેર)નો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો અતઈખાન જુમાખાન મુસલમાને ભરાવ્યો હતો. ટ્રકના માલિક મીસરીખાન કમરૂદ્રીનખાન મુસલમાન છે. આ દારૂનો જથ્થો કચ્છ-ભુજના યુવરાજસિંહ વજુભાઈ જાડેજાએ મંગાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે રાજસ્થાન બોર્ડર તરફથી આવતા જાહેર અને અંતરિયાળ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર