રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા16 મે, 2026| Super Admin

કડીના બુડાસણ ગામે LCB પોલીસ ત્રાટકી, નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

કડીના બુડાસણ ગામે LCB પોલીસ ત્રાટકી, નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

150 પેટી બનાવટી દારૂ અને મોટી માત્રામાં ઈથેનોલ જપ્ત

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર અને નશાકારક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે કડી તાલુકામાં એક મોટી કાર્યવાહી કરીને નકલી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડી છે. કડીના બુડાસણ ગામ પાસે આવેલા ઠાકોર વાસ વિસ્તારમાં આ ગેરકાયદેસર કાળો કારોબાર ધમધમી રહ્યો હતો, જેને પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ખુલ્લો પાડ્યો છે. આ સફળ ઓપરેશનને પગલે સમગ્ર પંથકના બુટલેગરોમાં સ્ટેટ મોંનેટરિંગ સેલ બાદ હવે લોકલ ક્રાઈમ બ્રાન્ચનો કાયદેસરનો ડર વ્યાપી ગયો છે.

મળતી વિગતો અનુસાર, મહેસાણા LCBને બુડાસણ ગામ નજીક નકલી દારૂ ગાળવામાં આવતો હોવાની ચોક્કસ અને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે બાહોશ એલસીબી પીઆઈ અનિરુદ્ધ કામલીયાની દેખરેખ હેઠળ પોલીસ કાફલાએ મોડી રાત્રે જ ઓચિંતી રેડ કરીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી અંદાજે 150 પેટી જેટલો નકલી વિદેશી દારૂ અને મોટા પ્રમાણમાં ઈથેનોલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂ બનાવવામાં વપરાતા કેમિકલ્સ, સાધનો, કાચો માલ તેમજ ખાલી બોટલો સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા સેવાઈ રહી છે કે, અહીં તૈયાર થતો ઝેરી અને નકલી દારૂ સ્થાનિક વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ સપ્લાય કરવામાં આવતો હતો. આ ગેરકાયદેસર ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી અને આ રેકેટ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે સ્થળ પરથી કેટલાક શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરી છે, જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા અને વધુ ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.

સંબંધિત સમાચાર