રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જાન્યુઆરી, 2026| Super Admin

ચંડીસર હાઈવે પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતો શખ્સને એલસીબીએ ઝડપ્યો

ચંડીસર હાઈવે પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતો શખ્સને એલસીબીએ ઝડપ્યો

બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાની સૂચનાના પગલે પાલનપુર LCB પોલીસે ચંડીસર ગામ પાસે દરોડો પાડી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૧૧.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ૯ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ​સરહદી રેન્જ આઈજી  ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ LCB પી.આઈ. એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ચંડીસર હાઈવે પર દર્શન હોટલ સામે એક શખ્સ પોતાની સફેદ રંગની વર્ના ગાડીમાં બેસી મોબાઈલ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમી-રમાડી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે રેડ કરતા વસંતભાઈ રામજીભાઈ પ્રજાપતિ (રહે. ડીસા-પાલનપુર હાઈવે) ને ઝડપી પાડ્યો હતો. આરોપીના મોબાઈલમાં GURU9.PRO નામની માસ્ટર આઈડી દ્વારા સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાનું ખુલ્યું હતું. પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ​વર્ના ગાડી  કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- મોબાઈલ ફોન (૩ નંગ): કિંમત રૂ. ૧,૪૫,૦૦૦/- રોકડ રકમ: રૂ. ૫,૫૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૧,૫૦,૫૦૦/- કબ્જે કર્યો હતો જયારે તપાસ દરમિયાન ​વધુ ૯ આરોપીઓના નામ ખુલ્યા છે જેમાં (1) પરેશભાઈ મોઘજીભાઈ મોર  રહે.પટેલવાસ,છાપી તા.પાલનપુર  (2) વિપુલ પ્રજાપતિ ઉર્ફે નવકાર રહે. શ્રી આર્કેડ ટેલીફોન એક્ષએન્જ ની  બાજુમાં,દિલ્હી ગેટ,પાલનપુર (3) ભીખાભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે. રામજીપુરા,નવા લક્ષ્મીપુરા,પાલનપુર તા.પાલનપુર જી.બનાસકાંઠા (4) દીલીપકુમાર શાંતીલાલ પ્રજાપતિ રહે.કુંભાસણ તા.પાલનપુર જી.બનાસકાંઠા (5) રાજેશભાઈ કાળુભાઈ નાતર રહે.જગાણા તા.પાલનપુર જી.બનાસકાંઠા  (6) પિયુશકુમાર મણીલાલ પટેલ રહે. નવરંગપાર્ક સોંસાયટી,ડીસા તા.ડીસા જી.બનાસકાંઠા (7) વિનોદકુમાર હિરજીભાઈ કરેણ રહે.જગાણા તા.પાલનપુર જી.બનાસકાંઠા (8) રાજેશભાઈ કાળુભાઈ રમાતર રહે.જગાણા તા.પાલનપુર જી.બનાસકાંઠા (9) જીગરભાઈ રમેશભાઈ પ્રજાપતિ રહે.પ્રજાપતિ વાસ તા.વડગામ જી.બનાસકાંઠા ​આ સફળ કામગીરીમાં એલસીબી પી.આઈ. એ.વી. દેસાઈ, પી.એસ.આઈ. પી.એલ. આહિર તથા સ્ટાફના જયપાલસિંહ, જોરાવરસિંહ, મુકેશકુમાર, કાનસિંહ અને મહમંદમુજીબ જોડાયા હતા. ગઢ પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર