રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

લાંઘણજ પોલીસ એક્શન મોડમાં: ભાસરીયા ચોકડી નજીકથી ૪ ડમ્પર ડિટેઇન

લાંઘણજ પોલીસ એક્શન મોડમાં: ભાસરીયા ચોકડી નજીકથી ૪ ડમ્પર ડિટેઇન

માર્ગ અકસ્માતો ઘટાડવા અને રાત્રિના સમયે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે લાંઘણજ પોલીસ એક્શન મોડમાં આવી છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત રાત્રિના સમયે ભાસરીયા ચોકડી ખાતે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના અંધકારનો લાભ લઈને ઘણા વાહનચાલકો બેફામ રીતે વાહનો હંકારતા હોય છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. આ બાબતને ગંભીરતાથી લઈને લાંઘણજ પોલીસના જવાનો ભાસરીયા ચોકડી પાસે રાત્રિના સમયે પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહ્યા હતા. આ ચેકિંગ પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન, રોડ પરથી અત્યંત પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કેટલાક ભારે વાહનો આવી રહ્યા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક સતર્ક થઈને આ વાહનોને આંતર્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ ૪ જેટલા ડમ્પરો હતા, જેમાં રેતી ભરેલી હતી. ડમ્પરના ચાલકો રાત્રિના સમયે રસ્તા પર અન્ય વાહનચાલકો માટે જોખમ ઊભું થાય તે રીતે બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.

ડમ્પરોની શંકાસ્પદ કામગીરી અને ટ્રાફિકના નિયમોના સરેઆમ ઉલ્લંઘનને પગલે લાંઘણજ પોલીસે જરા પણ ઢીલાશ દાખવી ન હતી. પોલીસે ઓવરસ્પીડમાં જતા અને જોખમી રીતે હંકારવામાં આવતા આ ચારેય રેતી ભરેલા ડમ્પરોને સ્થળ પર જ ડિટેઈન કરી લીધા હતા. આ ઉપરાંત, ડમ્પરના ચાલકો અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. લાંઘણજ પોલીસની આ રાત્રિ ડ્રાઇવ અને કડક કાર્યવાહીના પગલે વિસ્તારમાં બેફામ રીતે ભારે વાહનો હંકારતા તત્વો અને ગેરકાયદેસર રેતી વહન કરતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Langhanj Police

સંબંધિત સમાચાર