રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા29 એપ્રિલ, 2026| Super Admin

લાખણી : ધુણસોલમાં લોહીના સંબંધો લજવાયા, ભત્રીજાએ કાકાની હત્યા કરી

લાખણી : ધુણસોલમાં લોહીના સંબંધો લજવાયા, ભત્રીજાએ કાકાની હત્યા કરી

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાંથી એક લોહિયાળ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોહીના સંબંધોએ જ મર્યાદા ઓળંગી છે. ધુણસોલ ગામમાં એક ભત્રીજાએ પોતાના જ સગા કાકાની ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શાંત ગણાતા આ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે બનેલી આ ઘટનાએ માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે.

લાખણી તાલુકાના ધુણસોલ ગામમાં ગત મોડી રાત્રે એક ભયાનક ઘટના ઘટી હતી. સામાન્ય બોલાચાલી કે કોઈ અગમ્ય કારણોસર ભત્રીજાએ પિતૃ સમાન કાકા પર હુમલો કર્યો હતો. ભત્રીજાએ ઉશ્કેરાઈ જઈને લાકડીના ઉપરાછાપરી ફટકા પોતાના જ કાકા પર ઝીંકી દીધા હતા. આ જીવલેણ હુમલામાં કાકા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું છે. 

  આ કરપીણ હત્યામાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ શ્રવણ ઠાકોર તરીકે થઈ છે. રાત્રિના અંધકારમાં બનેલી આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.અને લોહીલુહાણ હાલતમાં શ્રવણ ઠાકોરનો મૃતદેહ જોઈ પરિવારમાં આક્રંદ મચી ગયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા જ મૃતદેહને તાત્કાલિક પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ અને આરોપીની શોધખોળ

 ઘટનાની ગંભીરતાને જોતા આગથળા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધુણસોલ ગામ દોડી આવ્યો હતો.અને ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું તેમજ હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપી ભત્રીજાને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

હત્યા પાછળનું રહસ્ય અકબંધ

હાલમાં આ હત્યા કેમ કરવામાં આવી અને તેની પાછળનું મુખ્ય કારણ શું હતું ? તે હજુ સુધી જાણી શકાયું નથી. ગ્રામજનોમાં પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે આરોપી પકડાયા બાદ જ સાચું કારણ બહાર આવશે. જમીન વિવાદ, કૌટુંબિક ઝઘડો કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સગા ભત્રીજાએ જ કાકાનું લોહી વહેવડાવતા સમાજમાં સંબંધોની ગરિમા સામે મોટા સવાલો ઉભા થયા છે.

ટેગ્સ:#Banaskantha#Lakhani

સંબંધિત સમાચાર