રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા1 ડિસેમ્બર, 2025| Super Admin

હિંમતનગરમાં ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધા યોજાઈ

હિંમતનગરમાં ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભોલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો મળીને કુલ 500 ખેલાડીઓએ ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું ટેકનિકલ સંચાલન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું. આ એસોસિએશન કરાટે ડો ફેડરેશન ગુજરાત (KDF) અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝર (KIO)નું સભ્ય છે. સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓના 500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ અંડર-14, અંડર-17 અને ઓપન એજ ગ્રુપ જેવી અલગ અલગ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે રમત ગમત અધિકારી સાબરકાંઠા ત્રિવેણીબેન સરવૈયા, કન્વીનર જુજારસિંહ વાઘેલા, વ્યાયામ મંડળ સાબરકાંઠાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને મહામંત્રી નટુ સડાત, નિકુજ પટેલ, અલ્પેશ રામાણી, તખતસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.    

સંબંધિત સમાચાર