રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા13 જુલાઈ, 2026| Super Admin

કાંકરેજ ચેખલા નેશનલ હાઇવે પર ટ્રેલરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા

કાંકરેજ ચેખલા નેશનલ હાઇવે પર ટ્રેલરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા

કાંકરેજ તાલુકાબના ચેખલા પાસે નેશનલ હાઇવે પર અજાણ્યા ટ્રેઈલરે અકસ્માત કરતા બે વિદ્યાર્થીને ઈજાઓ થઇ અકસ્માતની ઘટનામાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે બીજા વિદ્યાર્થીને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે પાટણ રિફર કરાયો હતો. વધુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી રતનગઢ ગામનો 18 વર્ષીય પ્રવીણભાઈ ગાડાંભાઈ ભીલ હોવાનું જાણવા મળ્યું છે, જે ધોરણ 12માં અભ્યાસ કરે છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે ચેખલા એક મોટું ગામ છે અને નેશનલ હાઇવે ગામની વચ્ચેથી પસાર થતો હોવાથી ગામલોકો અવારનવાર અકસ્માતનો ભોગ બનતા રહે છે. આજુબાજુના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીં આવે છે. નેશનલ હાઇવે પર હજારો વાહનોની અવરજવરને કારણે અકસ્માતોનું જોખમ રહે છે. આચાર્ય અને ગ્રામજનોએ સરકાર સમક્ષ બ્રિજ બનાવવાની માંગણી કરી છે, જેથી આવા અકસ્માતોને અટકાવી શકાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર