રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કલોલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો : મહેસાણા LCBએ આરોપીને ઝડપી પાડ્યો

કલોલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો : મહેસાણા LCBએ આરોપીને ઝડપી પાડ્યો

મહેસાણામાં વાહનન ચોરીનો ભેદ ઉકેલી કલોલ શહેર માંથી મોટર સાયકલની ચોરી કરનાર ઈસમને ચોરીના ત્રણ મોટર સાયકલ કુલ કિમત રૂપિયા 60,000/- ના મુદામાલ સાથે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.મહેસાણા જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુન્હા અટકાવવા તેમજ વાહન ચોરીના બનાવો બનેલ હોઇ જે અંગે સતત પેટ્રોલીંગ રાખી વાહન ચોરી કરતા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ. 

મહેસાણા જીલ્લામાં બનતા વાહન ચોરી સંબધી ગુન્હા અટકાવવા તેમજ વાહનચોરી કરતા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા અંગેની કામગીરી હાથ ધરેલ. જે અંગેની કામગીરીમાં PSI એન.પી.પરમાર તથા મહેન્દ્રકુમાર કાનજીભાઇ,મૌલીકકુમાર સુરેશભાઇ, મેહુલકુમાર રણછોડજી, PC કલ્પેશકુમાર અમૃતભાઇ વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો આ અંગેની કામગીરીમાં હતા. 

આ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ નંબર પ્લેટ વગરના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈ પાલાવાસણા ચોકડી થી નાગલપુર ચોકડી તરફ આવે છે જે હકીકત આધારે એલ.સી.બી. ટીમે નાગલપુર ચાર રસ્તા નજીકથી એક ઇસમને નંબર પ્લેટ વગરના હીરો સ્પ્લેન્ડર સાથે ઝડપી પાડેલ અને સદરી ઇસમ પાસેથી મળી આવેલ નંબર પ્લેટ વગરના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલના એન્જીન ચેચીસ નંબર આધારે મોટર સાયકલનો આર.ટી.ઓ નંબર વેરીફાઇ કરતા મોટર સાયકલનો નં. GJ.18.R.3541 નો હોઇ જે મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા પકડાયેલ ઉપરોક્ત ઇસમે સદર મોટર સાયકલ આજથી ત્રણેક વર્ષ પહેલાં કલોલ આસોડીયા રોડ નજીકથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. ઉપરોક્ત ઇસમની પુછપરછ કરતા તેણે આ મોટર સાયકલ ઉપરાંત અગાઉ કલોલ મુકામેથી બીજા બે મોટર સાયકલ પણ ચોરી કરી તેના મિત્રોને સસ્તા ભાવે વેચાણ આપેલ હોઇ જે બન્ને મોટર સાયકલ પણ કબજે કરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર