ડીસાના શિવનગરની વૃંદાવન સોસાયટી પાછળ જુગાર રમતા ઈસમો ઝડપાયા

3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી; ડીસામાં શિવનગરની વૃંદાવન સોસાયટી પાછળ જુગાર રમતા ત્રણ ઈસમોને ડીસા ઉત્તર પોલીસે ઝડપી લીધા હતા. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગરની પાછળ આવેલી વૃંદાવન સોસાયટીના પાછળના ભાગે ગઈ કાલે ત્રણ વ્યક્તિઓ જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી.જેથી પોલીસે તપાસ કરતા અહીં રહેતા શૈલેષભાઈ જયંતિભાઈ રાવળના ઘરની નજીક કેટલાક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમતા હતા. જેથી પોલીસે જુગાર રમતા મિલનભાઈ અરવિંદભાઈ રાવળ -પાટણ,મહેશભાઈ જોઈતાભાઈ રાવળ -ડીસા અને રાહુલકુમાર ગણેશભાઈ માજીરાણા-ડીસાને ઝડપી લઇ તેમની પાસેથી કુલ રૂ. 3,300/- ની રોકડ જપ્ત કરી તમામ સામે જુગારધારા કલમ- 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ કરતા શૈલેષભાઈ રાવળના ઘરે વીજ કનેકશન ન હોવાના કારણે મકાનના દબાણના પુરાવા પણ મળી આવ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
