રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

છાપી નજીક પાર્ક કરેલ કારમાં પડેલ બેગની ઉઠાંતરી કરી ઇસમ ફરાર

છાપી નજીક પાર્ક કરેલ કારમાં પડેલ બેગની ઉઠાંતરી કરી ઇસમ ફરાર
બેગમાં પંદર લગ્નની ફોટોગ્રાફી ના ડેટાની હાર્ડડીસ્ક સહિતનો રૂ. ૫૧ હજારનો મુદ્દામાલ હતો: વડગામ તાલુકાના છાપી નજીક આવેલ માહીના પિકઅપ સ્ટેન્ડ ઉપર ગત તારીખ ૨૨ જાન્યુઆરી સવારે પાર્ક કરેલ કારમાં લગ્નના ફોટોગ્રાફી ની હાર્ડડીસ્ક મુકેલ બેગની કોઈ અજાણ્યા ઇસમ દ્રારા ચોરી જતા ઉત્તરાખંડ ના ઇસમે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરાખંડની બીએસબી પ્રોડકયુશન્સ પ્રા.લી. કંપનીમાં કામ કરતા સોરવ હરસિંગ સામંત રહે.ઉત્તરાખંડ ગત તારીખ ૨૨ જાન્યુઆરી એ રાત્રે લગ્નનું શૂટિંગ કરી રાજસ્થાન ના બિકાનેર થી કારમાં અમદાવાદ જવા નીકળ્યા હતા.દરમિયાન છાપી નજીક શિવશક્તિ હોટલ પાસે આવેલ પિકઅપ બસસ્ટેન્ડ પાસે કાર રોકી કારમાં મિત્રો સાથે આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે કોઈ અજાણ્યા ઇસમે કારનો લોક ખોલી કારના ડેસ્ક બોર્ડ ઉપર પડેલ સોની કંપની ની બેગની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બેગમાં અલગ અલગ પંદર જેટલા નવપરણિત યુગલોના ફોટોગ્રાફી કરેલ ડેટાની હાર્ડડીસ્ક તેમજ એસએસડી જેવા ઇલેક્ટ્રિક સામાન મળી કુલ એકાવન હજારના મુદ્દામાલની ચોરી થતા કાર માલિકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. જોકે પંદર જેટલા નવપરણિત યુગલોના લગ્નની ફોટોગ્રાફીના ડેટા ચોરી થતા નવયુગલો લગ્નની રોમાંચક યાદો થી વંચિત રહેશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર