રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા

ડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા

એ.સી.બી.ના છટકામાં વચેટિયા સામે પણ કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) ની ટીમે એક સફળ ટ્રેપ ગોઠવીને સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) અને એક વચેટિયાને રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

આ કેસની મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી. આ લાયસન્સ કાઢી આપવાના બદલામાં સિંચાઈ વિભાગ દાંતીવાડા (ડીસા) ના મદદનીશ અધિક્ષક નિમેષભાઈ જશુભાઈ પટેલે વચેટિયા ચમનભાઈ નાનજીભાઈ મિસ્ત્રી સાથે મળીને રૂ. ૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.​ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે તારીખ ૨૪/૦૯/૨૦૨૬ ના રોજ ડીસા સ્થિત સિંચાઈ વિભાગ દાંતીવાડા નહેર કોલોની ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આક્ષેપિતોએ ફરિયાદી પાસેથી રૂ. ૫૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પર જ પકડી પાડ્યા હતા. એ.સી.બી. દ્વારા લાંચની પૂરેપૂરી રકમ (રૂ. ૫૦,૦૦૦) રીકવર કરવામાં આવી છે.

જેમાં આ ટ્રેપમાં ઝડપાયેલ નિમેષભાઈ જશુભાઈ પટેલ (મદદનીશ અધિક્ષક -હેડ ક્લાર્ક, વર્ગ-૩, સિંચાઈ વિભાગ દાંતીવાડા, ડીસા) અને ચમનભાઈ નાનજીભાઈ મિસ્ત્રી (ખાનગી વ્યક્તિ/વચેટિયો) - રહે. અયોધ્યા નગર, ભાભર, જી. વાવ-થરાદ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરી બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન (પાલનપુર) ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. જોષી તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે. એ.સી.બી.એ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ચાર્જશીટ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#ACB

સંબંધિત સમાચાર