રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા ડિવિઝનમાં પ્રતિબંધિત દવાઓ અંગે તપાસ હાથ ધરાઈ

ડીસા ડિવિઝનમાં પ્રતિબંધિત દવાઓ અંગે તપાસ હાથ ધરાઈ
100થી વધુ દુકાનોમાં તપાસ, 6 સામે કાર્યવાહી રાજ્યભરમાં નશાખોરીને ડામવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં નશાકારક અને પ્રતિબંધિત દવાઓના વેચાણને રોકવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે,  ડીસા  વિભાગીય પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ડીસા ડિવિઝનમાં દવાઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.ડીસા શહેર દક્ષિણ, ડીસા શહેર ઉત્તર, ડીસા તાલુકા, દાંતીવાડા અને આગથલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી 100થી વધુ દવાઓની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન છ દુકાનોમાંથી પ્રતિબંધિત અને શંકાસ્પદ દવાઓ મળી આવી હતી. આ અંગે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક (DYSP)  સી.એલ.સોલંકીએ જણાવ્યું હતું કે, ડીસા ડિવિઝનની હદમાં 100થી વધુ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં છ દુકાનોમાં પ્રતિબંધિત અને શંકાસ્પદ દવાઓ મળી આવી છે. આ બાબતે હાલ જાણવાજોગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંકલન કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ દર્શાવે છે કે નશાખોરી સામે લડવા માટે તંત્ર કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી તપાસ ચાલુ રહેશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર