રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા વીજકર્મીના પરિવારને ₹૫ લાખનો વીમા ચેક અપાયો

સિદ્ધપુરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા વીજકર્મીના પરિવારને ₹૫ લાખનો વીમા ચેક અપાયો

સિદ્ધપુર GEB કચેરીમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિજયસિંહ અનારજી ઠાકોરના પરિવારને રૂ. 5 લાખનો અકસ્માત વીમાનો ચેક સિધ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે મૃતકનાં પત્ની ભાવનાબેન ઠાકોરને અપૅણ કરવામાં આવ્યો હતો. યુનિયનના પ્રયાસોથી તેમના પુત્રને UGVCLમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી પણ મળી છે. કર્મચારી અકસ્માત વીમા યોજના હેઠળ મળેલી સહાયનો ચેક સિદ્ધપુર GEB કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે કર્મચારી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, હિતેશભાઈ આર.વ્યાસ, GEB યુનિયનના હોદ્દેદારો અને સાથી કર્મચારીઓ હાજર રહ્યા હતા.ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, આવી યોજનાઓ પરિવારને આર્થિક ટેકો આપે છે. તેમણે ક્રેડિટ સોસાયટીની કામગીરીની નોંધ લીધી અને ભવિષ્યમાં પણ પરિવારને જરૂરી મદદની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે યુનિયનના હોદ્દેદારો અને કર્મચારીઓએ ધારાસભ્યનો આભાર વ્યકત કર્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર