રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા7 સપ્ટેમ્બર, 2025| Super Admin

સરહદી વાવ સુઇગામ પંથક માં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ નડાબેટનું રણ સમુદ્રમાં ફેરવાયું

સરહદી વાવ સુઇગામ પંથક માં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ નડાબેટનું રણ સમુદ્રમાં ફેરવાયું

સરહદી પંથક એવા વાવ અને સુઇગામ તાલુકામાં સતત 18 કલાક થી ભારે તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોના ઉભેલા ચોમાસુ પાકનો સોથ વળી ગયો છે. જો કે વાવ તાલુકાના ભાટવર વાસ અને ગામ ખાતે વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યાં છે. પાણી ના ભરાવા ને લઈ ને ભાટવર વાસ નો મુખ્ય માર્ગ બલોક થઈ ગયો છે. મુખ્ય માર્ગ પર 3 ફૂટ પાણી ભરાઈ જતાં મહિલા ને ડિલવેરી ના કામે હોસ્પિટલ લઈ જવતી ઇકો ગાડી ફસાઈ જતાં જે.સી.બી મશીન થી ગાડી ને બહાર કાઢી હોવાનું લોકો એ જણાવ્યું હતું. જો કે સુઇગામ થી નડાબેટના મુખ્ય માર્ગ પર રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રણ દરિયામાં ફેરવાઈ જતા પાણીના મોઝા માર્ગ પર આવી જતાં સુઇગામ પોલીસે યાત્રાળુઓ ને બાઈક કે કોઈ વાહન લઈ મંદિર ન જવાનું સૂચન જારી કર્યું છે. વધુ માં વધુ પડતા વરસાદને લઈ વાવ સુઇગામ પંથકની હજારો હેકટર જમીન પર ઉગેલો ચોમાસુ પાક સાફ થઈ ગયો છે. સમગ્ર વાવ સુઇગામ વિસ્તારને જવાબદાર તંત્રએ રેડ એલર્ટ જાહેર કરી નીચાણ વાળા વિસ્તારમાં વસતા લોકોને અન્ય ઉંચી જગ્યા પર જવાની સૂચના આપી દીધી છે. આમ સતત 18 કલાક થી ચાલી રહેલ તુફાની પવન અને ધીમા વરસાદને પગલે સરહદી પંથક માં જન જીવન ખોરવાઈ ગયું છે સતત 18 કલાક થી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. વધુ પડતા વરસાદ અને તુફાન ને લીધે અબોલ જીવો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

સંબંધિત સમાચાર