રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા27 નવેમ્બર, 2024| Super Admin

ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા 

ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા 

ડીસાના મુખ્ય માર્ગોમાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવાયા દબાણ ઝુંબેશથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાશકારો ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી. ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 

ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ પર છેલ્લા ઘણા સમયથી શાકભાજી ફ્રુટની લારીઓ, નાસ્તા હાઉસો દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત આ રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઈન બોર્ડ મૂકવામાં આવે છે.જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પીકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. જેથી આ અંગેની વારંવારની રજૂઆતોના પગલે આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા. ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતા શાકભાજી અને ફ્રુટની લારીચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.

સંબંધિત સમાચાર