રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 મે, 2025| Super Admin

બનાસકાંઠામાં; બાજરીના પાકને ભારે નુક્સાન ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

બનાસકાંઠામાં; બાજરીના પાકને ભારે નુક્સાન ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
ખેતરમાં ઊભેલી બાજરી જમીનદોસ્ત બેંક ધિરાણ કરી મોઘાં ભાવે લાવેલ ખાતર બિયારણના પૈસા ક્યાંથી ભરવા; બનાસકાંઠામાં બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાંખી છે. જિલ્લામાં બાજરીના પાકને ભારે નુકસાની ઉભી થઇ છે રાજ્યમાં એક તરફ આગ દઝાડતી ગરમી પડી રહી છે. તેની વચ્ચે બનાસકાંઠામાં બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાંખી છે. જીલ્લા સહીત પાંથાવાડા દાંતીવાડા પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જીલ્લામાં વરસાદી માહોલ છવાતા ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો એ મોંઘા ભાવે લાવીને બિયારણ ખેતરમાં વાવતા બાજરીના પાકમા મોટુ નુકસાન થવાની ચિંતા ખેડૂતોને થઇ રહી છે. ભારે પવન થી ઉભા ખેતરમાં વાવેલી બાજરી પડી ભાંગી છે. અને પશુઓ ને ઘાસચારા ના ઉપયોગમાં પણ ન આવે તેવી હાલત થઈ ગઈ છે. ગત રોજ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અહીં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદી ઝાપટાં પડ્યા હતા. પાંથાવાડા દાંતીવાડા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ભારે ગરમી અને બફારા વચ્ચે વાતાવરણ મા ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ ખેડૂતો ને ખેતીપાક માં ભારે નુક્સાન જોવા મળ્યું હતું. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુક્સાનની ભીતિ ઉભી થઇ છે. જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ભર ઉનાળે ત્રાટકેલા આ વરસાદને કારણે મકાઇ, બાજરી જેવા પાકોને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સ્થાનિક ખેડૂતો મિડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવી રહ્યા છે કે બેંક માંથી ધિરાણ લઈ મોઘાં ભાવે બાજરીના બિયારણ લાવી ખેતી કરી અને મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી થતાં ભારે નુકસાની વેઠવી પડી છે. હવે અમારે બેંકના ધિરાણ પણ કેવી રીતે ભરવા જેથી સરકાર પાસે અપેક્ષા કરી એ છીએ કે અમારી નુકશાની નુ વળતર મળે. હવામાન વિભાગ અને તંત્રની સુચના હોવા છતાં; દાંતીવાડાના પાંથાવાડા માર્કેટયાર્ડ માં પણ બેદરકારીથી એરંડાની ૫૦૦ થી વધુની બોરી અને રાયડાની જણસી પલળી ગઇ હતી. ભારે પવન અને વરસાદના કારણે બહાર પડેલી જણસી પલળતાં ખેડૂતો ને ભારે નુકશાન થયુ છે.

સંબંધિત સમાચાર