રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા કોર્ટનો મહત્વનો ચુકાદો : ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

ડીસા કોર્ટનો મહત્વનો ચુકાદો : ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

બટાકાની લેવડદેવડ મામલે રૂ. 2.46 લાખના ચેક બાઉન્સ કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો

ડીસાની 2nd એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ડાવાસ ગામના વેપારી અને ખેડૂત ભુપતભાઈ ભીખાભાઈ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ધાનેરા તાલુકાના ઉમેદજી પ્રહલાદજી માળીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટમાં રજૂ થયેલા કેસ મુજબ આરોપીએ વર્ષ 2020 દરમિયાન ફરિયાદી પાસેથી રૂ. 7.62 લાખના બટાકાની ખરીદી કરી હતી અને બાકી ચુકવણી માટે રૂ. 2,46,515નો ચેક આપ્યો હતો. જોકે ચેક બેંકમાં રજૂ કરતાં Funds Insufficient કારણસર પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદી દ્વારા કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં ચુકવણી ન થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. 

કોર્ટ સમક્ષ ફરિયાદી તરફથી ચેક, રિટર્ન મેમો, પોસ્ટલ દસ્તાવેજો તેમજ કોલ્ડ સ્ટોરેજના બિલો અને વેઇંગ સ્લીપ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષે ચેક સુરક્ષા માટે આપ્યો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ચેકનો દુરુપયોગ થયો હોવાનો કોઈ પોલીસ ફરિયાદ કે બેંકમાં સ્ટોપ પેમેન્ટ જેવી કાર્યવાહી કરી નહોતી. આથી બચાવ પક્ષનો દાવો વિશ્વસનીય ગણાયો નહોતો

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદી પોતાનો કેસ સાબિત કરવામાં સફળ રહ્યો છે અને આરોપી સામેનો ગુનો પુરવાર થયો છે. પરિણામે કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને રૂ. 2,46,515 વળતર તરીકે 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે. જો ચુકવણી નહીં કરવામાં આવે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદ ભોગવવાની રહેશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર