રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર અને ડીસામાંથી ગેરકાયદે રહેતી ધુસણખોર બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ

પાલનપુર અને ડીસામાંથી ગેરકાયદે રહેતી ધુસણખોર બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે આક્રમક તેવર દાખવી પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાના કરેલા આદેશને પગલે રાજ્યમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસે તવાઈ હાથ ધરી છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પણ 2 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે પાલનપુર અને ડીસામાં રહેતી બે બાંગ્લાદેશી મહિલાને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી છે. બંને બાંગ્લાદેશી મહિલાઓએ વગર પાસપોર્ટે ભારતમાં પ્રવેશ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ઠેર-ઠેર પાકિસ્તાની અને બાંગ્લા દેશી નાગરિકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. પોલીસ અને વહીવટી તંત્ર સઘન તપાસ કરી રહી છે. ત્યારે  બનાસકાંઠા એસઓજીએ પાસપોર્ટ વગર ભારતમાં ઘુસણખોરી કરી પાલનપુર અને ડીસામાં ગેરકાયદેસર વસવાટ કરતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઘર વાપસી કરાશે; આ બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હોવાનું એસજીઓ પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જેથી હવે આ બાંગ્લાદેશી મહિલાઓને ફરીથી તેઓના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. એક મહિલા પાલનપુર બસપોર્ટ વિસ્તારમાં રહેતી હતી, જ્યારે બીજી બાંગ્લાદેશી મહિલા ડીસા ગવાડી વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કરી અપીલ; જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર