રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

કાગળ પર આદર્શ, બાંધકામમાં ગેરરીતિ! ભાભરની લુદરિયાવાસ પ્રાથમિક શાળાના કામ સામે ઉઠ્યા સવાલો

કાગળ પર આદર્શ, બાંધકામમાં ગેરરીતિ! ભાભરની લુદરિયાવાસ પ્રાથમિક શાળાના કામ સામે ઉઠ્યા સવાલો

નબળું ચણતર, નીચી ગુણવત્તાનો માલ અને વીજળીના ગેરકાયદે ઉપયોગનો મુદ્દો ગરમાયો

ભાભર શહેરના લુદરિયાવાસ વિસ્તારમાં બની રહેલી નવી સ્કૂલ બિલ્ડિંગના બાંધકામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો થવા લાગ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દા બાદ સ્થળ પર કરવામાં આવેલા રિયાલિટી ચેકિંગમાં ચણતર કામમાં અનેક ખામીઓ સામે આવી છે.પ્રાથમિક તપાસમાં જણાયું કે સીમેન્ટ બ્લોક, ઈંટનું ચણતર યોગ્ય પ્રમાણમાં મટીરીયલ ન વાપરી કરવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલથી જ દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે. નિષ્ણાતોના મતે આવી તિરાડો પ્લાસ્ટર પછી પણ થોડા સમયમાં બહાર આવી શકે છે.

બાંધકામમાં વપરાતા ઈંટ, કપચી, રેત અને લોખંડના સળિયામાં પણ ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે. રહીશોનું કહેવું છે કે કોન્ટ્રાકટર દ્વારા ખર્ચ બચાવવા માટે નીચી ગુણવત્તાનો સામાન વપરાઈ રહ્યો છે.બાંધકામ માટે જરૂરી વીજળીનો કોમર્શિયલ ઉપયોગ સ્કૂલના મીટરથી જ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે. નિયમ મુજબ અલગ કોમર્શિયલ કનેક્શન લેવું ફરજિયાત હોવા છતાં તેનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વીજ તંત્ર દ્વારા તપાસ થાય તો મોટો ભંડાફોડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્કૂલમાં ભણતા બાળકો માટે આ બિલ્ડિંગ બનવાનું છે ત્યારે આવી બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે. અગાઉ વજાપુર ગામમાં બનેલી સમાન ઘટના યાદ અપાવતા રહીશો ચિંતિત બન્યા છે. સ્થાનિક લોકોએ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન સર્જાય.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર