ચંડીસરમાં પત્નીની હત્યા કરનારો હત્યારો પતિ ઝડપાયો

પત્નીની હત્યા કરી પતિ જેલમાં જતા 4 સંતાનો નોંધારા બન્યા
પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં ઘર કંકાસમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી દેતા ચાર સંતાનો નોંધારા બન્યા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમા આરોપીને દબોચી લઈ જેલના સળિયા ગણતો કરી દીધો છે. પાલનપુર તાલુકાના મડાણા ડાંગીયા ગામની ચકુબેન નામની મહિલાના લગ્ન પંદર વર્ષ અગાઉ ચંડીસર ગામમાં રહેતા દિલીપ ઉર્ફે ગાભા મથુરજી ઠાકોર સાથે થયા હતા. આ દંપતિને પંદર વર્ષના દામ્પત્ય જીવનમાં ચાર સંતાન થયા હતા. ત્યારે સોમવારે દિલીપ અને તેની પત્ની ચકુબેન વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી.
જેમાં પતિએ આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પત્ની ના માથામાં ઘા મારતા તેને સારવાર અર્થે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલત ગંભીર જણાતા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના ભાઇએ ગઢ પોલીસ મથકે દિલીપ મથુરજી ઠાકોર વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.દરમિયાન, પોલીસે હ્યુમન સોર્સને આધારે ગણતરીના કલાકોમાં આરોપી પતિને દબોચી લઈ જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું ડીવાયએસપી બી.એમ.પરમારે જણાવ્યું હતું. ક્ષણિક આવેગમાં પત્નીની હત્યા કરનાર પતિ જેલમાં જતા માં-બાપ વગર ચાર સંતાનો નોંધારા બન્યા છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
4 દિવસ પહેલા
