પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી

ચાર સંતાને માતાની છત્રછાયા ગુમાવતા આક્રંદ છવાયો
હત્યારા સામે ગઢ પોલીસે મથકે ગુનો દાખલ કરાયો
પાલનપુર તાલુકાના ચંડીસર ગામે વહેલી સવારે એક ઈસમે તેની પત્નિને તું કઇ કમાવી લાવતી નથી ઘર કામ સારી રીતે કરતી નથી અને છોકરાઓને સારી રીતે રાખતી નથી. તેમ કહી તેની સાથે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પત્નીના હત્યારા પતિ સામે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના મડાણા (ડાંગીયા) ગામની ચકુબેન નામની મહિલાના પંદર વર્ષ અગાઉ ચંડીસર ગામે રહેતા દિલીપજી ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડીયા ઠાકોર સાથે લગ્ન થયા હતા. આ દંપતીને ચાર સંતાન થયા હતા.
જે વચ્ચે સોમવારે દિલીપજી ઉર્ફે ગાભાએ તેની પત્ની ચકુબેન સાથે તું કઇ કમાવી લાવતી નથી, ઘર કામ સારી રીતે કરતી નથી અને છોકરાઓને સારી રીતે રાખતી નથી તેમ કહી ઝગડો કરી આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે ચકુબેનના માથામાં ઘા મારી માથું ફાડી નાંખતા લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના ભાઇએ ગઢ પોલીસ મથકે દિલીપજી ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડીયા વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા ગઢ પોલીસે હત્યારાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાNDPS કેસના ફરાર આરોપીની પાલનપુરમાંથી ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં પોલીસના દરોડા: ૨ જુગારીઓ ઝડપાયા, ૩ ફરાર
1 દિવસ પહેલા
બનાસકાંઠાતેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે ખોવાયેલા ૩ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી
1 દિવસ પહેલા
