રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસા ગ્રામ પંચાયત સામેની ભૂખ હડતાળ સમેટાઈ: સાંસદની હાજરીમાં તપાસની ખાતરી

જુનાડીસા ગ્રામ પંચાયત સામેની ભૂખ હડતાળ સમેટાઈ: સાંસદની હાજરીમાં તપાસની ખાતરી

ડીસા તાલુકાના જુનાડીસા ગામની ગ્રામ પંચાયતના ગોટાળા મુદ્દેની ભૂખ હડતાળ આખરે સાતમા દિવસે સાંસદની ઉપસ્થિતિમાં અધિકારીઓએ તટસ્થ તપાસની ખાતરી આપતા સમેટાઈ હતી.

જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષ દરમ્યાન થયેલ વિકાસ કામોમાં વ્યાપક ગોટાળા આચરાયાના આક્ષેપ સાથે ગ્રામજનોના સમર્થનથી યુવાને આમરણાંત ભૂખ હડતાળ આદરી હતી. જેથી સમગ્ર પંથકમાં ગરમાવો છવાયો હતો.તંત્રને જગાડવા ગ્રામજનોએ પ્રાંત કચેરીએ હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. તેથી લડત નિર્ણાયક તબક્કે પહોંચી હતી.શુક્રવારે લડતના સાતમા દિવસે યુવાને જળનો પણ ત્યાગ કરી દેતા વહીવટી તંત્રમાં હલચલ મચી ગઇ હતી.જો કે મોડી સાંજે સાંસદ ગેનીબેન ઠાકોર ગ્રામ્ય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ દોડી આવી ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો પણ ગ્રામજનો છેલ્લા 15 વર્ષ દરમિયાન ગામમાં થયેલા વિકાસ કામોની વિગત જાહેર કરવા અને તેમાં થયેલા ગોટાળાની નિષ્પક્ષ તપાસની માંગ પર અડગ રહ્યા હતા.

આખરે અધિકારીઓએ તેમની રજૂઆતને ધ્યાનમાં લઈ એક મહિનાની અંદર એટલે કે 6 જુલાઈ સુધીમાં છેલ્લા 15 વર્ષના વિકાસ કામોની આરટીઆઇ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવા, તપાસમાં કોઈ ગેરરીતિ જણાશે તો જવાબદાર અધિકારીઓ, પંચાયતના પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.તેથી યુવાને પારણા કરતા હડતાળ સમેટાતાં તંત્ર સાથે ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Junadisa Gram Panchayat

સંબંધિત સમાચાર