રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા3 માર્ચ, 2025| Super Admin

ડીસા તાલુકામાં બટાકાની સિઝન લેવાનો ધમધમાટ | મજુર વર્ગની ભારે અછત

ડીસા તાલુકામાં બટાકાની સિઝન લેવાનો ધમધમાટ | મજુર વર્ગની ભારે અછત
પંથકમાં 50 ટકા બટાકાનું કામનું પૂર્ણ થયું કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકાની મોટી આવક ડીસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં રવિ સીઝનમાં મોટા ભાગે બટાકા નું વાવેતર થતું જોવા મળે છે. પરંતુ દર વર્ષ બટાકાના ભાવોમાં થતી સતત વધઘટના કારણે વાવેતરમાં વધારો અને ઘટાડો થતો રહે છે. પરંતુ ગત વર્ષે ખેતરો અને ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકાના ભાવ સતત જળવાઈ રહેતા ચાલુ વર્ષે પણ ગત વરસની સરખામણી કરતાં વાવેતર વધવા પામ્યું છે. અને હવામાનની અનુકૂળતા ને લઈ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે બટાકા ના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા બટાકાના ભાવો આસમાને આસ્થા હતા અને પોખરાજ સહિતની બટાકાની વેરાઈટી એ ભાવમાં ડબલ સેન્ચ્યુરી મારી હતી પરંતુ તેની સરખામણીએ આ વર્ષે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં બટાકાના પ્રતિમણ 200 ના ભાવે વેચાણ થતું હતું. પરંતુ ત્યારબાદ બટાકાની આવક વધુ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સરેરાશ ભાવો ત્યારે 160 થી 190 રૂપિયાના જોવા મળી રહ્યા છે. અને છેલ્લા કેટલાક દિવસોથી બટાકાના ભાવ પણ સ્થિરતા જોવા મળી રહી છે. આ વર્ષે પણ ખેડૂતોને ખૂબ સારા ભાવ મળવાની આશા જોવા મળી હતી. પરંતુ ઉત્પાદનમાં વધારો જોવા મળતા ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે ત્યારે ખેતીમાં થઈ રહેલી મોંઘવારીના કારણે ખખેડૂતોને ખર્ચ અને આવકના બે છેડા ભેગા થવા પણ મુશ્કેલ બની રહ્યા છે. બટાકામાં ખર્ચ પ્રમાણે આ ભાવ પોસાય તેમ નથી: ખેડૂત આ અંગે ખેડૂતે જણાવ્યું કે, બટાકાની ખેતી અત્યંત ખર્ચાળ છે. જેમાં  આ વર્ષે બિયારણ અને ખાતરના ભાવ વધુ હોવા છતાં સારા ભાવની આશાએ વાવેતર કર્યું છે. પરંતુ હાલના ભાવ ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતા છે  પ્રતિ ૨૦ કિલોએ ૧૫૦ આસપાસ છે. જે તળિયાના ભાવની નજીક છે. જો ઓછામાં ઓછા ૩૦૦ રૂપિયાનો ભાવ મળે તો જ ખેડૂતોને પોષાય તેમ છે..

સંબંધિત સમાચાર