રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના બટાટાની વિદેશમાં ભારે માંગ: કોલ્ડ સ્ટોરેજમાંથી ૧૧૨૦થી વધુ કટ્ટા વિદેશ રવાના, ખેડૂતો અને વેપારીઓમાં ખુશી

ડીસાના બટાટાની વિદેશમાં ભારે માંગ: કોલ્ડ સ્ટોરેજમાંથી ૧૧૨૦થી વધુ કટ્ટા વિદેશ રવાના, ખેડૂતો અને વેપારીઓમાં ખુશી

બટાટાની મંદી વચ્ચે ખેડૂતો અને વેપારીઓમાં નવી આશા જાગી 

પ્રથમ કન્ટેનર રવાના આગામી દિવસોમાં વધુ જથ્થો મોકલાશે : બટાટાના વેપારી 

ગુજરાતના પ્રખ્યાત બટાટા નગરી ડીસાના બટાટાની હવે વિદેશી બજારોમાં પણ માંગ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં બટાટાના ભાવોમાં ચાલી રહેલી મંદીના માહોલ વચ્ચે, વેપારીઓ અને ખેડૂતો માટે એક ખૂબ જ રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમય બાદ ડીસાના બટાટા માટે વિદેશમાં નિકાસનો દ્રાર ખૂલી રહ્યો છે, જેને પગલે સ્થાનિક વેપારી આલમમાં ખુશીનો માહોલ છે. ​મળતી માહિતી મુજબ, ડીસા તાલુકાના વડાવલ હાઇવે પર આવેલા 'વિશ્વનાથ કોલ્ડ સ્ટોરેજ'માંથી એક મોટું કન્ટેનર બટાટા ભરી રવાના કરવામાં આવ્યું જે વિદેશ માં મોકલવા માં આવી રહયા છે વૈશ્વિક બજારની જરૂરિયાત મુજબ ખાસ પેકિંગ તૈયાર કરવામાં આવ્યું હતું.

આ બાબતે વેપારી સુરેશભાઈ માળીના જણાવ્યા પ્રમાણે અત્યારે વિદેશમાં ભારતીય બટાકાની ખૂબ જ સારી માંગ છે. આ નિકાસના ભાગરૂપે ગતરોજ એક કન્ટેનરમાં ૨૫ કિલોની ખાસ બેગ બનાવીને કુલ ૧૧૨૦થી વધુ કટા (બેગ) વિદેશ મોકલી આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ જ રીતે વધુ એક મોટું કન્ટેનર લોડ કરીને મોકલવાનું આયોજન છે.  ​બટાટાના ગઢ ગણાતા ડીસામાં આ નિકાસ શરૂ થવાને કારણે સ્થાનિક બજારને મોટો ટેકો મળશે. મંદીના કારણે ચિંતાતુર બનેલા વેપારીઓમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી માંગને પગલે સારો નફો મળવાની અને બજાર ઉંચકાવવાની નવી આશા જાગી છે. જો આગામી દિવસોમાં નિકાસનો આ પ્રવાહ સતત ચાલુ રહેશે, તો સ્થાનિક ખેડૂતોને પણ તેમના પાકના ખૂબ જ સારા અને પોષણક્ષમ ભાવ મળી રહેશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર