બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બાળકો દ્વારા પતંગની દોરીનો ૧૩૫ કિલોગ્રામ નો વિશાળ ગુચ્છો ભેગો કરાયો...!!

ઉત્તરાયણ બાદ અનોખી રીતે પક્ષી બચાવો અભિયાન..! ઉત્તરાયણમાં લોકોએ પતંગ ઉડાડી ખુબ જ આનંદ માણ્યો છે. પરંતુ ઉત્તરાયણ બાદ ઘણી જગ્યાઓ પર દોરાના ગુચ્છનો જથ્થો જોવા મળે છે. જેમાં પક્ષીઓના ફસાવાની સંભાવના રહેલી છે. જેને કારણે ઉત્તરાયણ બાદ પણ નિર્દોષ પક્ષીઓના ઘાયલ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. ત્યારે પાલનપુરનાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળાનાં બાળકોએ અનોખો અભિગમ દર્શાવ્યો છે. આ બાળકો દ્વારા પોતાના ઘરની આસપાસ તેમજ પોતાના વિસ્તારનાં ધાબા ઉપર કે અન્ય જગ્યા ઉપર જ્યાં જ્યાં દોરાના ગુચ્છા જોવા મળે એને એકત્ર કરવાની કામગીરી કરી હતી.
બાળકોએ દોરાનો ઘૂંચો ભેગો કરવાની કામગીરી કરી આ ગુચ્છાઓ શાળામાં ભેગા કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકો દ્વારા કુલ 135 કિલો થી પણ વધુ વજનનો ગુચ્છાનો એક વિશાળ ઢગ તૈયાર કરવામાં આવ્યો હતો.સાળવી પ્રાથમિક શાળા દ્વારા વધુમાં વધુ ગુચ્છાઓ લાવનાર તમામ બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નરેશભાઈ ખોલવાડીયાએ વિશેષ ઉપસ્થિત રહી આ બાળકોને પોતાના સૌજન્યથી સ્કૂલબેગ, ટિફિન બોક્સ, સ્પેશિયલ મીની ફોલ્ડિંગ બેગ અને બોલપેન નો સેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
