રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા19 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસા-ભીલડી હાઇવે પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત

ડીસા-ભીલડી હાઇવે પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત

સાંડીયા ગામ નજીક રાત્રે અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

ભીલડી: બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઇવે રોડ નંબર-27 પર સાંડીયા ગામ નજીક રાત્રિના આશરે 9 વાગ્યાના અરસામાં બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ટ્રકમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રક નંબર GJ-12-BY-1706માં સવાર અભય કુમાર સંજયરાય યાદવ, રહે. કુવારીબીટ, બિહાર તથા સન્ની કુમાર મનોજરાય, રહે. ગામ ડીહી, જિલ્લો સારણ, બિહારના અકસ્માતમાં મોત થયા હતા. જ્યારે અન્ય ટ્રક નંબર GJ-12-CT-4004માં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્મતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તથા 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને જરૂરી રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.અકસ્મતમાં મૃત્યુ પામેલા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. દરમિયાન, અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તે અંગે ભીલડી પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

ટેગ્સ:#Bhildi

સંબંધિત સમાચાર