હિંમતનગરના હુસેની ચોકમાં આવેલા બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ સિલિન્ડર લીકેજથી થયેલી આગની ઘટનામાં વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. આ સાથે મૃત્યુઆંક બે થયો છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ.જાનીના જણાવ્યા મુજબ, 6 ફેબ્રુઆરીએ બપોર બાદ ફ્રાય સેન્ટરના રસોડામાં રાંધણ ગેસ સિલિન્ડરની પાઇપ લીકેજથી આગ લાગી હતી. આ ઘટનામાં કુલ 6 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 65 ટકા દાઝી ગયેલા હસનમહમદ રફીક શેખનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યાર બાદ 12 ફેબ્રુઆરીએ સાંજે 7:30 વાગ્યે 24 વર્ષીય શાકીર અહેમદ શેખનું પણ મોત નીપજ્યું, જેઓ પણ 65 ટકા દાઝ્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે અને તેઓએ આગળની તપાસ શરૂ કરી છે. હાલ બાકીના ચાર દાઝેલા દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હિંમતનગર; આગની ઘટનામાં વધુ એક યુવકનું મોત નીપજ્યું ફ્રાય સેન્ટરમાં બન્યો હતો બનાવ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
2 અઠવાડિયા પહેલા
