રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા10 ડિસેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હિંમતનગરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ પર બેઠક યોજાઈ

હિંમતનગરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ પર બેઠક યોજાઈ

હિંમતનગરમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર ચૌહાણના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજાઈ હતી. પ્રાથમિક મતદારયાદી 16 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસિદ્ધ થવાની છે, તે પૂર્વે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.આ બેઠકમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગવાર તૈયાર કરાયેલી Absent, Shifted, Death, Duplicate (A/S/D/D) મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી. આ યાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ પ્રાથમિક મતદારયાદીમાંથી કમી થનાર છે. BLO દ્વારા તેમના મતદાન મથકના BLAને પણ આ અંગેની યાદી આપવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી.મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પાત્ર નાગરિક બાકાત ન રહે અને કોઈ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય. આ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સહયોગ મળે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.    

સંબંધિત સમાચાર