હિંમતનગરના આરટીઓ ચાર રસ્તેથી ત્રણ માસની બાળકીનું અપહરણ કરનાર દંપતીના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આ ઘટના પાંચ દિવસ પહેલા બની હતી.એક શ્રમિક પરિવારની ત્રણ માસની બાળકીનું અપહરણ થયા બાદ બાળકીના પિતા પ્રકાશભાઈ ભાભોરે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અપહરણ કરનાર શાહરુખમિયા મલેક અને તેની પત્ની શાબનાને અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દંપતી હિંમતનગર તાલુકાના ગઢા ગામે ભાડાના મકાનમાં રહેતું હતું અને મદરેસામાં કામ કરતું હતું. રવિવારે રાત્રે દંપતીને હિંમતનગર જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટે દંપતીના ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ની રાત સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હિંમતનગરમાં બાળકી અપહરણ કેસ : અપહરણ કરનાર દંપતીના બે દિવસના રિમાન્ડ મંજૂર

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Investigation#Himmatnagar#CCTV footage#RTO#Police Station#aborer family#Bhabhor#Judicial Court
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
7 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
