રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા27 ફેબ્રુઆરી, 2025| Super Admin

હિંમતનગર; ગેસની પાઇપમાં લીકેજ થતાં આગ લાગી ચીજવસ્તુઓ બળીને ખાક

હિંમતનગર; ગેસની પાઇપમાં લીકેજ થતાં આગ લાગી ચીજવસ્તુઓ બળીને ખાક

હિંમતનગરના આરટીઓ ચાર રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગંભીર અકસ્માત સર્જાયો. સ્કૂલમાં સેમિનાર હોવાથી રસોડામાં ચાર મહિલાઓ રસોઈ બનાવી રહી હતી. આ દરમિયાન ગેસની પાઇપમાં લીકેજ થતાં આગ લાગી હતી. સદનસીબે, રસોડામાં કામ કરતી મહિલાઓ સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા. સ્કૂલ સંચાલકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. 108ને જાણ કરવામાં આવતા તેમણે ફાયર વિભાગને સૂચિત કર્યું. ઘટનાસ્થળે 108, ફાયર બ્રિગેડ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ તરત જ પહોંચી ગયા. ફાયર વિભાગની ટીમ ત્રણ બ્રાઉઝર સાથે પહોંચી હતી. આગ અને ધુમાડો વધુ હોવાથી કાબૂમાં લેવામાં સવા કલાક જેટલો સમય લાગ્યો. ફાયર બ્રિગેડે 6000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. ગેસની બોટલને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી. આગમાં રસોડાના ટેબલ સહિતની અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર