રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 એપ્રિલ, 2025| Super Admin

ગરમીનો કહેર : બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આગ આંકતી ગરમીથી જનજીવન પ્રભાવિત

ગરમીનો કહેર : બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આગ આંકતી ગરમીથી જનજીવન પ્રભાવિત

છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 43 ડિગ્રી થી આકાશમાંથી અગનગોળા છુટતા લોકો તોબા પોકારી ઊઠયા. એપ્રિલની શરૂઆતમાં તાપમાનનો પારો ઉંચકાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગ આંકતી ગરમી પડી રહી છે .ચાલુ સિઝનમાં ડીસા શહેર સહિત બનાસકાંઠા જિલ્લામાં પહેલીવાર તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો છે. આગામી બે દિવસ સુધી તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રીની આસપાસ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વધતા જતા તાપમાન અને હિટવેવની સ્થિતિને જોતા પંજા અને પશુ પક્ષીઓના આરોગ્ય માટે ખતરા સમાન છે. આગામી થોડા દિવસ બાદ હજુ તાપમાનમાં વધારો થવા સાથે ઉષ્ણતામાનનો પારો વધે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી હવામાન સૂકુ રહેવા લાગ્યું છે. દર કલાકે આઠ કિ.મી. આસપાસની ઝડપે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોએ વાતાવરણને વધુ ગરમ બનાવ્યું છે જેથી કેટલાક વિસ્તારોમાં લુની પણ અસર જોવા મળી રહી છે ચામડી દાજે તેવી ગરમી પડવા લાગતા જનજીવનને પણ ભારે અસર જોવા મળી રહી છે અને બપોરના સમયે માર્ગો પણ સુમસામ થવા લાગ્યા છે.

સંબંધિત સમાચાર