રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ઑક્ટોબર, 2025| Super Admin

અમીરગઢમાં તમાકુ ઉત્પાદનો વેચતી દુકાનો પર આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું

અમીરગઢમાં તમાકુ ઉત્પાદનો વેચતી દુકાનો પર આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું

અમીરગઢ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ ઉત્પાદનો વેચતી દુકાનો, લારી-ગલ્લા અને પાર્લર પર આશ્ચર્યજનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું પાલન ન કરનારા વેપારીઓ પાસેથી કુલ ₹650નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપિડેમિક અધિકારીની સૂચના હેઠળ કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલભાઈ ચંદેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. ઇકબાલગઢ અને તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી 13 ઓક્ટોબર, 2025ના રોજ વિકાસ સપ્તાહના ભાગરૂપે કરવામાં આવી હતી. 'વિશ્વ તમાકુ નિષેધ'ની થીમ 'Exposing Industry Tactics on Tobacco and Nicotine Products' (તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો) ના સંપૂર્ણ અમલીકરણના હેતુથી ઇકબાલગઢ ગામમાં આ ચેકિંગ કરાયું હતું. કોટપા એક્ટની કલમ 6(અ) હેઠળ કાયદાનું પાલન ન કરનારા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન, લારી-ગલ્લા અને હોટલોને સ્વચ્છતા જાળવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ દુર્ગેશભાઈ પ્રમાણી, સાધુ પ્રકાશભાઈ, રાણા રોહિતભાઈ અને ચૌહાણ અલ્કેશભાઈ જોડાયા હતા    

સંબંધિત સમાચાર