રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં હનુમાન જયંતીની ઠેર-ઠેર શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી

બનાસકાંઠામાં હનુમાન જયંતીની ઠેર-ઠેર શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી

રોકડિયા હનુમાન મંદિરે આંગી, યજ્ઞ અને પ્રસાદનો ત્રિવેણી સંગમ

​આજે સમગ્ર દેશમાં અંજનીપુત્ર હનુમાનજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસા શહેરમાં પણ વહેલી સવારથી જ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં યજ્ઞ, ભજન અને ભોજન પ્રસાદના વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા ​ડીસાના હાર્દ સમાન ગાંધીચોક વિસ્તારમાં બિરાજમાન ૮૦ વર્ષ જૂના ઐતિહાસિક રોકડિયા હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જન્મોત્સવ નિમિત્તે દાદાની મૂર્તિને મનોહર ભવ્ય આંગી ચઢાવવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

​મંદિર પરિસરમાં આસ્થા સાથે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાન પરિવારોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ સાથે જ દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ભવ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો.

​"ડીસાના દરેક હનુમાન મંદિરો આજે કેસરીયા રંગે રંગાયા છે. રોકડિયા હનુમાન દાદા પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા હોવાથી વહેલી સવારથી જ અહીં લાંબી કતારો જોવા મળી હતી."​સમગ્ર ડીસા શહેરમાં હનુમાન જ્યંતીના પાવન પર્વે ભક્તિ, શક્તિ અને સેવાના સમન્વય સાથે ધર્મમય માહોલ સર્જાયો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Hanuman Jayanti

સંબંધિત સમાચાર