રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવકના શ્રી ગણેશ

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવકના શ્રી ગણેશ
બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ૧૮૯૫૭૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝનનો પાક પરિપક્વ થતા ખેડૂતો દ્વારા ખેતીની સીઝનની તૈયારીઓ થઈ છે. તેવા સમયે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં મગફળી નીકળવાનું શરૂ થતા માર્કેટયાર્ડમાં પણ ચોમાસું મગફળીની નવી આવકો નોંધાવા પામી છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન વચ્ચે સીઝન ના પાક લેવાનું શરૂઆત થઈ છે. જેમાં  બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સિઝનમાં મગફળીનું ૧૮૯૫૭૧ હેક્ટરમાં વાવેતર વચ્ચે મગફળી સીઝનનો પ્રારંભ થયો છે. ત્યારે માર્કેટયાર્ડમાં પણ નવી મગફળીની આવક શરૂ થઈ છે. જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ગુરુવારના ૨૪૬૦ બોરીની આવક નોંધાઇ છે. જેમા  ખેડૂતો મગફળીના પ્રતિમણના સૌથી ઉચો ભાવ ભાવ ૧૩૫૧ રૂપિયા મળ્યા હતા આ વર્ષ બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ થયો છે. તેમ છતાં મગફળીના પાક ખેતરોમાં ખૂબ સારો હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી મગફળી ના પાકનું સારું ઉત્પાદન થવાની આશા રહેલી છે. અને ખેતરો માંથી મગફળીનો પાક લેવાનું શરૂ થતા માર્કેટયાર્ડ માં પણ મગફળી આવક ચાલુ થઈ છે. આગામી સમયમાં મગફળીની મબલક આવક થવાની સંભાવના જોવા મળી રહી છે. ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસું મગફળીની આ વર્ષે બમ્પર આવક થવાની શક્યતાઓ ડીસા સહિત તેના આજુબાજુના વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં મગફળીનું સૌથી ૪૦૨૧૦ હેક્ટર વિસ્તારમાં  વાવેતર થયુ છે.  દર વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસુ સિઝનમાં દૈનિક ૧ લાખથી વધુ બોરીની આવક થતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ડીસા માર્કેટયાર્ડમાં ચોમાસું મગફળીની બમ્પર આવક થવાની શક્યતાઓ રહેલી છે. રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવ ૧૪૫૨ રૂપિયા નક્કી કર્યા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળીના ટેકાના ભાવ ૧૪૫૨ રૂપિયા નક્કી કર્યા છે. પરંતુ તેમાં પણ ખેડૂતોને અનેક  મુશ્કેલીઓ પડી રહી છે.  ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ સેટેલાઈટ સર્વેમાં મગફળીનો પાક ના આવતા હોય તેવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં પણ ભારે હોબાળો મચી જવા પામ્યો છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર