રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર

ડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર

વન મંત્રીના જન્મ દિને લોકો દ્વારા વૃક્ષારોપણ થકી પર્યાવરણ જતનનો સંકલ્પ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે તેમજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાવસ ગામે રાજ્યના સૌપ્રથમ અને સૌથી મોટા ‘વન કવચ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે અહીં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

82.jpg 198.14 KB
​આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૧૨ એકર જેટલી વિશાળ જમીનમાં ૨ લાખથી વધુ વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યનું આ સૌપ્રથમ એટલું મોટું વન કવચ છે જ્યાં ઇમારતી લાકડાના વૃક્ષો, ફળફળાદી આપતા વૃક્ષો તેમજ અમૂલ્ય ઔષધીય વનસ્પતિઓ સહિત અલગ-અલગ પ્રકારના છોડ ઉછેરવામાં આવ્યા છે. આ વન કવચ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સામે લડવામાં અને પર્યાવરણને જરૂરી કાર્બન ક્રેડિટ પૂરી પાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.
81.jpg 157.38 KB
વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસના પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ જાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંકલ્પ લીધો હતો અને મંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
84.jpg 355.26 KB
આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, બનાસ મેડિકલ કોલેજના અધ્યક્ષ પી.જે. ચૌધરી, વેર હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, અમરતભાઈ દવે, ડીસા પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ વાઘેલા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર