રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર

પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર

જી.ડી. મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાયા

ઘોડેસવારી, બાઈક રેલી અને બેન્ડ બન્યા આકર્ષણનું કેન્દ્ર

‘તિરંગા મારી આન છે, તિરંગા મારી શાન છે...’ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નાદ સાથે પાલનપુર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

95.jpg 175.01 KB
જી.ડી. મોદી કોલેજથી શરૂ થયેલી યાત્રા ગુરુનાનક ચોક, સરસ્વતી માધ્યમ સ્ટેડિયમ થઈ શહીદ સ્મારક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં 10 હજારથી વધુ નાગરિકો, યુવાનો, મહિલાઓ, બાળકો, રમતવીરો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.તિરંગા યાત્રામાં ઘોડેસવારી, બાઈક રેલી, પોલીસ બેન્ડ અને ડી.જે. સહિતની દેશભક્તિમય રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની હતી. 
96.jpg 284.43 KB
 આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રાથી પાલનપુરનું સમગ્ર વાતાવરણ તિરંગામય બન્યું છે.જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે રેલીમાં નાગરિકો, બાળકો, રમતવીરો, સરકારી અધિકારીઓ- કર્મચારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે આશરે 10 હજાર નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો હતો, જ્યારે પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના આશરે 500 જવાનો બેન્ડ અને હોર્સ શો સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

 આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારી ઓ-કર્મચારીઓ, પદાધિકારી ઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર